જામનગરના યુવકે પોતાની ટીમ સાથે લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો, સતત હિમવર્ષા વચ્ચે ૧૩ દિવસના કઠોર પરિશ્રમ બાદ યુવકોએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી.યુવાને અદમ્ય સાહસ અને અડગ ઇચ્છાશક્તિ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઇજનેર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ પોતાની ટીમના સભ્યો સાથે લદ્દાખના ઝંસ્કાર ક્ષેત્રમાં સ્થિત 6248 મીટરની ઊંચાઈના એક અજાણ્યા શિખર પર સફળતાપૂર્વક આરોહણ કરીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે. તેમનો દાવો છે કે, આ શિખર પર આજ દિન સુધી કોઈએ આરોહણ કર્યું નહોતું, તેમણે આ સિદ્ધિને હિમાલયન અભિયાનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાવ્યો છે.
