ગુજરાતમાં ગણેશ ઉત્સવની શરુઆત થઈ ચુકી છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જયારે આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 42થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને આવતા બે દિવસ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.જેના પગલે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.જયારે મધ્ય ગુજરાતમાં વડોદરા,આણંદ, ખેડામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
