ધો.10ના વિદ્યાર્થીની હત્યાને લઈને વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ સામે અમદાવાદ DEO દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. વિદ્યાર્થીને સારવાર આપવામાં બેદરકારી દાખવવા બદલ શાળાના આચાર્ય ડો.જી.ઈમેન્યુઅલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો સ્કૂલના એડમીન હેડ મયુરિકા પટેલ અને જવાબદારોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરવાના આદેશ અપાયા હતા.
