એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને મોટો ઝટકો લાગ્યો છે. Dream11 એ BCCIને જાણ કરી છે કે, તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે. ભારત સરકારે ઓનલાઈન મની ગેમિંગ અંગે કાયદો બનાવ્યા બાદ ભારતીય ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ Dream11 નું નામ હવે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાંથી દૂર કરી શકાય છે.
અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે એક નવું નામ અને લોગો જોવા મળશે. BCCI અને ડ્રીમ11 વચ્ચે ત્રણ વર્ષ માટે 358 કરોડ રૂપિયાનો સોદો થયો હતો, પરંતુ હવે સરકારે ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ પર લગામ લગાવી દીધી છે, જેના કારણે આ રમતોનું પ્રમોશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એક અહેવાલ મુજબ, BCCI ટીમ ઈન્ડિયાની જર્સી માટે ટીમ ઈન્ડિયાને સ્પોન્સર કરવામાં બે કંપનીઓએ રસ દાખવ્યો છે – ટોયોટા અને ફિનટેક.
