અમદાવાદમાં તા. 11/08/2025 સોમવારના રોજ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન પીનેકલ પબ્લિક સ્કૂલ ખાતે થયું હતું. આ સ્પર્ધામાં 8 વર્ષથી લઈ 30 વર્ષ સુધીની વિવિધ વય જૂથમાં કુલ લગભગ 75 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ વય જૂથ મુજબ યોજાયેલી આ સ્પર્ધામાં પ્રથમ ત્રીજા ક્રમે વિજેતા બનેલા સ્પર્ધકોને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં નડાબેટ, બનાસકાંઠા ખાતે જિલ્લા નું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળશે.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ટ્રસ્ટી ડૉ. સ્વાતિબેન ઉપાધ્યાય( અપોલો હોસ્પિલ સર્જન) તથા અતિથિ વિશિષ્ટ તરીકે પીનેકલ પબ્લિક સ્કૂલના એકેડમિક હેડ પિન્કીબેન સુખરામણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું ઉદઘાટન એપોલો હોસ્પિટલના વિખ્યાત સર્જન ડોક્ટર સ્વાતિબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અને ઉપસ્થિત વાલી અને યોગ શિક્ષકોને યોગના પ્રચાર પ્રસાર માટે હાકલ કરી હતી અનેસંપૂર્ણ સ્વાસ્થ્ય યોગા અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય તેની ઉપર ભાર મૂક્યો હતો.

આ આયોજનને સફળ બનાવવા માટે યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન અમદાવાદના ટ્રસ્ટ પ્રમુખ ડૉ. મિહિર દવે, મંત્રી મિલન રાવ, ટ્રસ્ટી વિપુલભાઈ બ્રહ્મભટ્ટ અને જીગીસાબેન ત્રિવેદીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
