અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘જોલી એલએલબી 3’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. મુવીના પાર્ટ 3 માં જોલી વિરુદ્ધ જોલી છે મુવીમાં અરશદ વારસી (arshad warsi) કોર્ટરૂમમાં અક્ષય કુમાર સામે લડવા માટે પાછો ફરે છે જે બુદ્ધિ અને ગાંડપણ બંનેનું વચન આપે છે.આ ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
https://x.com/akshaykumar/status/1955138909278453809
લાંબા સમયથી ‘જોલી એલએલબી 3’ની ચર્ચાઓ ચાલી રહી હતી. આખરે, મેકર્સે હવે આ ફિલ્મનું લેટેસ્ટ ટીઝર રિલીઝ કર્યું છે, જેને જોઈને તમારી ઉત્સુકતા વધી જશે. જોલી એલએલબી 3 ટીઝરમાં બે વકીલો વચ્ચે તીવ્ર શબ્દ યુદ્ધ થઇ રહ્યું છે અને કેટલાક શારીરિક મુકાબલા પણ દર્શાવવામાં આવ્યા છે.જોલી એલએલબી 3 માં ફરી એકવાર સૌરભ શુક્લા હંમેશા હતાશ છતાં પ્રેમાળ જજ ત્રિપાઠી તરીકે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.