એક્શનથી ભરપૂર ‘કૂલી’નું ટ્રેલર રિલીઝ, નાગાર્જુન અને આમિર ખાનની પણ ઝલક જોવા મળી

Chintan Suthar

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજ્નીકાંતની (Rajinikanth) ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ ‘કુલી’નું ટ્રેલર (Coolie Trailer) ફિલ્મ મેકર્સ દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતા તેના વ્યૂઝ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ‘કુલી’માં રજનીકાંતનો સ્વેગ જોવા લાયક છે. 3 મિનિટ લાંબા આ ટ્રેલરને જોતા લાગે છે કે દર્શકોને એક જબરદસ્ત થ્રિલર ફિલ્મની ભેટ મળવાની છે. નાગાર્જુન અક્કિનેની પણ ધમાકો કરવાના મૂડમાં છે. ‘કુલી’ લોકેશ કનગરાજના LCU યૂનિવર્સની ફિલ્મ છે. આ યૂનિવર્સ હેઠળ લોકેશ ‘લિયો’, ‘કૈથી’ અને ‘વિક્રમ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.

https://www.youtube.com/watch?v=PuzNA314WCI&ab_channel=PenMovies
રજનીકાંતની ફિલ્મોનો ક્રેઝ ઓડિયન્સમાં એટલા માટે જ હોય છે, કારણ કે તે માસ લેવલની હોય છે. કુલી પણ એવી જ છે, જેમાં અનેક સ્ટાર એક જ ફ્રેમમાં નજરે આવશે. 3 મિનિટ 2 સેકન્ડના જબરદસ્ત ટ્રેલરથી એક પણ મિનિટ તમે નજર નહીં હટાવી શકો, કારણ કે તેમાં એક બાદ એક સરપ્રાઇઝ જોવા મળશે. ટ્રેલરની શરૂઆત થાય છે 14000 કુલીની સાથે, જેમાં માત્ર વિલેનને 1 કુલીની તલાશ હોય છે. ત્યારબાદ નાગાર્જુન અને આમિર ખાનનો બેકશોટ જોવા મળશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *