અમેરિકાને ભારતનો જવાબ, અમેરિકા પાસેથી F-35 વિમાન નહીં ખરીદે

Chintan Suthar

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જોકે અમેરિકાને ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતે એક રીતે બદલો લીધો છે અને અમેરિકાને કહ્યું છે કે તેને હવે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં કોઈ રસ નથી. એક જાણીતા મીડિયા બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં આ વાતનો દાવો કર્યો છે.

અધિકારીઓએ ગુપ્તતાની શરતે જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી કોઈ મોટી સંરક્ષણ ખરીદી કરશે નહીં, જેમાં AF-35નો પણ સમાવેશ થાય છે. આ અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત શસ્ત્રોના સંયુક્ત વિકાસ, ટેકનોલોજીના ટ્રાન્સફર, ભારતમાં ઉત્પાદન અને સંરક્ષણ ખરીદીમાં સ્વનિર્ભરતા જેવી શરતોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *