ફિલ્મ સૈયારાની જબરદસ્ત સફળતા બાદ અભિનેત્રી અનિત પડ્ડા ખુબ જ ખુશ જોવા મળી રહી છે. ત્યારે અનિત પડ્ડાને લઈને વધુ એક અહેવાલ સામે આવ્યા છે. સૈયારા’ ફિલ્મથી જાણીતી બનેલી હિરોઈન અનિત પડ્ડા હવે વેબ સીરિઝ ‘ન્યાય’માં દેખાવાની છે. આ સીરિઝમાં ફાતિમા સના શેખ, મોહમ્મદ ઝિશાન ઐયુબ, રઘુવીર યાદવ અને રાજશ શર્મા સહિતના કલાકારો જોવા મળશે.
અનિત પડ્ડાએ આ વેબ સીરિઝ જોકે, ‘સૈયારા’ પહેલાં સાઈન કરી હતી અને તેણે બહુ લાંબા સમય પહેલાં તેનું શૂટિંગ પણ પૂર્ણ કરી દીધું હતું. વેબ સીરિઝમાં અનિત એક ધર્મગુરુ દ્વારા જાતીય શોષણનો શિકાર બનેલી તરુણીની ભૂમિકા ભજવી રહી છે. ફાતિમા સના શેખ આ સીરિઝમાં એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. ‘ક્રિમિનલ જ્સ્ટીસ’ની જેમ આ સીરિઝ પણ કોર્ટ રુમ ડ્રામા હશે.