હાલમાં જ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ એક મોટા ઓપરેશનમાં અલ-કાયદાના મોડ્યુલ AQIS (Al-Qaeda in Indian subcontinent)નો પર્દાફાશ કર્યો હતો. આ ઓપરેશનમાં ATS એ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાં ગુજરાતથી 2, દિલ્હી અને નોઈડામાંથી એક-એકની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે ગુજરાત એટીએસ દ્વારા પકડેલા 4 આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. ચારેય આતંકીઓ સોશિયલ મીડિયા ગ્રુપમાં અન્ય 72 સભ્યો સાથે જોડાયેલા હતા. અમદાવાદ, મોડાસા, દિલ્લી, નોઈડાથી પકડાયેલા આતંકીઓની તપાસમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. દિલ્દીનો મોહમ્મદ ફૈક ઈન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવી યુવાનોને એડ કરતો હતો. અન્ય યુવાનોને એડ કરવા માટે આતંકીઓ પર્સનલમાં મેસેજ કરતા હતા.
872 લોકોને ઈન્સ્ટાગ્રામમમાં મેસેજ કર્યા હતા
આતંકી મોહમ્મહ ફેક ગ્રુપમાં એડ કરવા માટે 872 લોકોને ઈન્સ્ટાગ્રામમમાં મેસેજ કર્યા હતા. એટલું જ નહીં આતંકીઓના મોબાઈલમાંથી આતંકીઓ રાષ્ટ્ર અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોવાની વાત સામે આવી છે. મોબાઈલમાંથી શરિયા લાગુ કરવા માટે પ્રોત્સાહન રૂપે શેર કરતા વીડિયો પણ મળી આવ્યા છે.
ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદથી મોહમ્મદ ફરદીન, મોડાસાથી સૈફુલ્લા કુરૈશી અને દિલ્હીથી મોહમ્મદ ફેક અને ઝિશાન અલીની ધરપકડ કરવામાં આવી હતી.