અમદાવાદના પોશ વિસ્તારમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા છે. જજીસ બંગલો રોડ પર આવેલ NRI ટાવરમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દરોડો પાડીને દારૂની પાર્ટી કરી રહેલી બે યુવતી અને ત્રણ યુવકોને નશાની હાલતમાં ઝડપી લીધા હતા.
એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટીના કારણે સ્થાનિક લોકો ત્રસ્ત થઇ ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસે દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળે બંધ ફ્લેટમાંથી ત્રણ યુવતીઓ અને બે યુવકો દારૂ પીતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.