બોલીવૂડનો ટોચનો સિંગર અરિજિત સિંહ હવે આગામી સમયમાં ફિલ્મોમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે અરિજિત સિંહ એક અનોખી જંગલ ઍડ્વેન્ચર ફિલ્મનું ડિરેક્શન કરવાનો છે. આ એક પૅન-ઇન્ડિયા ફિલ્મ હશે અને મહાવીર જૈન આ પ્રોજેક્ટના નિર્માતા છે.
ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઇ ચુકી છે. અરિજિત અને કોયલ સિંહે સાથે મળીને આ ફિલ્મની વાર્તા લખી છે. હાલ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે. આગામી મહિને ફિલ્મનું કાસ્ટિંગ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોમાં ફિલ્મનું ટાઈટલ સહિતની વિગતો પણ જાહેર કરવામાં આવશે.