આતંકીસ્તાન પાકિસ્તાનમાં અવાર નવાર હુમલાઓની ઘટના સામે આવી રહી છે. ત્યારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. હુમલાખોરોએ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આ હુમલામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં. આ બસ હુમલામાં માર્યા ગયેલા બધા મુસાફરો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી હતા. તેઓ ક્વેટાથી લાહોર જઈ રહ્યા હતા. પરંતુ બલુચિસ્તાનના ઝોબ વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ પર હુમલો કર્યો હતો.