મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. વહેલી સવારે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. જેને લઈ ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગંભીર બ્રિજ તૂટી પડતા 5થી 6 વાહનો નદીમાં ખાબક્યા હતા. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મહીસાગરનો આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.
https://youtube.com/shorts/89pafsarIF4?si=aGs2uIpk7VX8jgDw
મળતી માહિતી અનુસાર બ્રિજ તૂટતા અનેક વાહનો નદીમાં પડ્યા છે. નદીમાં ટેન્કર, ટુ વ્હિલર સહિત કારના વાહન પડ્યા છે. બનાવની જાણ થતા સ્થાનિક ફાયરની ટીમ, પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.