દેશ વિરુદ્ધ નફરત ફેલાવતી વીડિયો અને પોસ્ટ બનાવનાર-શેર કરનાર પર કાર્યવાહી થશે!

Chintan Suthar

ઘણી વેબસાઇટ્સ પર દેશ વિરુદ્ધ સામગ્રી પણ અપલોડ કરવામાં આવે છે. આવું કરનારા લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ માટે ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવી પોલિસી લાવવામાં આવે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર સકંજો કસાશે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વીડિયો કે પોસ્ટ શેર કરનારા લોકોની હવે બચી શકશે નહીં. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ માટે નવી પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્ર વિરોધી કાર્ય કરનારા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી થશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઘણી વેબસાઇટ્સ પર દેશ વિરુદ્ધ સામગ્રી પણ અપલોડ કરવામાં આવે છે. આવું કરનારા લોકો સામે હવે કાર્યવાહી થશે. ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિને આ અંગે માહિતી આપી હતી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *