અમદાવાદમાં મોડી રાત્રે વરસ્યા મેઘરાજા, વીજળીના કડાકા ભડાકાનો વીડિયો જુઓ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ગુજરાતમાં ચોમાસું બેસતાંની સાથે જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. આ સાથે અમદાવાદ શહેરમાં પણ બુધવારની રાત્રે મેઘાએ ઘડબડાટી બોલાવી હતી.બુધાવારે મોડી રાત બાદ અમદાવાદમાં વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે આખી રાત વરસાદ તૂટી પડ્યો હતો. ડરાવી નાંખે એવા વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી.

https://x.com/shridhartaparia/status/1935452968201109799

સાબરમતી, રાણીપ, ચાંદખેડા, પાલડી, નારણપુરા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં અમદાવાદમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે વહેલી સવારે ઓફિસે જતા લોકો, સ્કૂલે જતા બાળકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Share This Article