અમદાવાદમાં ઘર લેવું હવે પડશે મોંઘુ, AMC અને AUDAએ નવા બાંધકામોને લગતી ફીમાં કર્યો વધારો

Chintan Gohil

જો તમે પણ ઘરનું ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો કે ધંધો કરવા માટે દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને ઝટકો લાગી શકે છે. જી હાં અમદાવાદના રહેવાસીઓ માટે હવે ઘર, મકાન કે ઓફિસ ખરીદવી મોંઘી બનશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) એ 40 વર્ષમાં પહેલી વાર જમીન અને બાંધકામ પર વિકાસ ફી વધારવાનો નિર્ણય લીધો છે. ઔડાના આ નિર્ણયને કારણે પ્રોપર્ટીના ભાવમાં વધારો થશે.

AUDA બોર્ડની બેઠકમાં રહેણાંક, બિન-રહેણાંક અને અન્ય હેતુઓ માટે જમીન અને બાંધકામ પર વિકાસ ફીમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પ્રસ્તાવિત વધારા સાથે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્તને મંજૂરી મળતાં, નવી વિકાસ ફી અમદાવાદ શહેરમાં થઈ રહેલા તમામ બાંધકામો પર લાગુ થશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *