સુરતમાં મોડલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂક્યા બાદ ટૂંકાવ્યું જીવન

Chintan Gohil

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણીતી હસ્તીઓ પણ જીવન ટૂંકાવી રહી છે, સુરતમાં થોડા સમય પહેલા સુખપ્રીત કૌર નામની મોડલે આપઘાત કરી લીધો હતો. ત્યારે સુરતમાં વધુ એક મોડલે જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે.

https://www.instagram.com/anuu.varmora/reel/DKmWKDdoT2C/

અઠવા વિસ્તારમાં આવેલી ખાનગી એજન્સીમાં કામ કરતી મોડલ અંજલી વરમોરાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.અંજલી વરમોરાની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ, જે હાલમાં વાયરલ થઈ રહી છે. તેમાં તેણે લખ્યું હતું કે, “આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કઈજ નથી તારા માટે…” આ પોસ્ટે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવી દીધી છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, પોલીસે હજુ સુધી આ પોસ્ટની સત્યતા અને તેના સીધા આત્મહત્યા સાથેના સંબંધની પુષ્ટિ કરી નથી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *