IPL-2025ને લઈ મહત્વની જાહેરાત

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરાઇ હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થતા BCCIએ IPL 2025નો નવો શેડ્યૂલ બહાર પાડ્યો છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડે સિઝનની બાકીની મેચો 17 મે, 2025 થી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

નવા સમયપત્રક મુજબ, લીગ 17 મેથી ફરી શરૂ થશે અને કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે. આ ઉપરાંત, ફાઇનલ મેચ 3 જૂને યોજાશે. BCCIએ બાકીની મેચો 6 સ્થળોએ યોજવાનો નિર્ણય લીધો છે, જેમાં બેંગલુરુ, દિલ્હી, લખનૌ, મુંબઈ, અમદાવાદ અને જયપુરનો સમાવેશ થાય છે. આ દરમિયાન, બાકીની લીગ મેચો 17 મે થી 25 મે દરમિયાન રમાશે, જેમાં 2 ડબલ હેડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્લેઓફ મેચો 29 મેથી શરૂ થશે અને ફાઈનલ મેચ 3 જૂને યોજાશે. પરંતુ BCCI એ હજુ સુધી પ્લેઓફ મેચો માટે સ્થળો નક્કી કર્યા નથી. તે પછીથી તેની જાહેરાત કરશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *