દેત્રોજ તાલુકા ખાતે સિવિલ ડિફેન્સને લગતી તાલીમનું આયોજન

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

આજરોજ 11 મે-2025 ના રોજ માનનીય કલેક્ટર સાહેબ  અમદાવાદ શહેરના આદેશ અનુસાર નાયબ નિયંત્રક અને સંયુક્ત સચિવ દિલીપ ઠાકર,ચીફ વોર્ડન  બાબુભાઈ ઝડફિયા, પરેડ કમાન્ડર અને ડેપ્યુટી ચીફ વોર્ડન હર્ષદભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં આવતા દેત્રોજ તાલુકા ખાતે સિવિલ ડિફેન્સની વિશેષ તાલીમ યોજાઈ હતી.

સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેર યુનિટના ડેપ્યુટી પરેડ કમાન્ડર અને ડિવિઝનલ વોર્ડન  અમિતકુમાર રસિકભાઈ ચૌહાણ,સેક્ટર વોર્ડન  મુકેશભાઈ સાવલિયા,ડિવિઝનલ વોર્ડન  મકસુદભાઈ મલેક,પોસ્ટ વોર્ડન  ઇસ્માઈલભાઈ શેખ, ડિવિઝનલ વોર્ડન  મહેશભાઈ પટેલ, ડે.ડિવિઝનલ વોર્ડન  સુનિલ શાહ, પોસ્ટ વોર્ડન  મનોજ પટેલે સિવિલ ડિફેન્સ, સિવિલ ડિફેન્સ ની 12 સેવાઓ, હવાઈ હુમલો (Air Raid), સાયરનના પ્રકારો, બ્લેક આઉટ (અંધારપટ) પ્રોટોકોલ, ફર્સ્ટ એડ અને રેસ્ક્યુ વગેરે વિશે વિસ્તૃત તાલીમ આપેલ કે જેમાં તાલુકાના મામલતદાર , નાયબ મામલતદાર  , પોલીસ ઇન્સ્પેક્ટર , પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તલાટીઓ, ગામના આગેવાનો તથા ગામના અન્ય સદસ્યોએ ખૂબ જ ઊંડાણપૂર્વક રસ લઈને ભાગ લીધેલ હતો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *