સાઉથ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર કગિસો રબાડાએ IPL પડતી મૂકવા પાછળ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રબાડાએ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાવવાના કારણે IPL છોડીને જવું પડ્યું હતું. રબાડાએ નિવેદન જાહેર કરીને પોતાની ભૂલ સ્વીકારી છે. ગુજરાત ટાઇટન્સે રબાડાને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે આ સિઝનમાં માત્ર 2 મેચ જ રમી શક્યો હતો. ત્યારબાદ અચાનક 2 એપ્રિલે રબાડા આઈપીએલ પડતી મૂકીને પોતાના દેશ પરત ફર્યો હતો. ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે તે અંગત કારણોસર પોતાના દેશ ગયો છે.
સાઉથ આફ્રિકા ક્રિકેટર્સ એસોસિયેશન દ્વારા અપાયેલા નિવેદન અનુસાર રબાડાએ ડ્રગ્સ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે IPL છોડવી પડી હતી. મીડિયા અહેવાલો અનુસાર જાન્યુઆરી મહિનામાં રમાયેલ SA20 લીગ દરમિયાન રબાડાએ ડ્રગ્સ લીધું હતું, ત્યાં તે MI કેપટાઉન માટે રમી રહ્યો હતો. રબાડાએ આ અંગે કહ્યું છે કે મેં જે લોકોને નિરાશ કર્યા તેમની માફી માંગુ છું.