બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. જેના પગલે પાકિસ્તાન સામે ભારત સરકાર જબરદસ્ત ઍક્શન-મોડમાં છે અને લગભગ દરરોજ પાકિસ્તાનને ઝટકા લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં ભારત સરકાર પાકિસ્તાનના એવા ખેલાડીઓના સોશિયલ મીડિયા અકાઉન્ટની વિરુદ્ધ ઍક્શન લઈ રહી છે જેમના ભારતમાં બહુ મોટી સંખ્યામાં ફૉલોઅર્સ છે.
ભારતે તાજેતરમાં જ પાકિસ્તાનના અનેક મોટા ખેલાડીઓ, નેતાઓ, સંસ્થાઓના યુટ્યુબ ચેનલ ભારતમાં બંધ કરી દીધા છે અને હવે અનેક દિગ્ગજ ખેલાડીઓના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ ત્રણ ક્રિકેટરના ઈન્સ્ટા એકાઉન્ટ પર પ્રતિબંધ
પહલગામ હુમલા બાદ ભારતે હવે પાકિસ્તાની ક્રિકેટરોને મોટો ઝટકો આપ્યો છે.કેન્દ્ર સરકારના આદેશ બાદ પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan), બાબર આજમ (Babar Azam) અને શાહીન આફ્રિદી (Shaheen Afridi)ના ઈન્ટ્રાગ્રામ એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવાયા છે. આ ખેલાડીઓના ભારતમાં અનેક ફોલોઅર્સ છે.