ભારતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વાવાઝોડા, વીજળીના કડાકા અને ભારે વરસાદની ચેતવણી આપી છે.ત્યારે આ ચેતવણી વચ્ચે ગત રાત્રે દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દિલ્હીમાં મોડી રાતે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડું ત્રાટક્યુ હતું. જેના પગલે 40 જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કે ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય 100 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.
https://x.com/ANI/status/1918113484761334267
કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા
ભારે પવન સાથે દિલ્હી-એનસીઆરમાં વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજીબાજુ વરસાદના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીથી દિલ્હીના લોકોને આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારે વાવાઝોડા, વીજળીના કડાકા અને ભારે વરસાદની ચેતવણી આપી છે. ખાસ કરીને ઉત્તર પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ ગંગા તટવર્તી પશ્ચિમ બંગાળ અને ઉત્તર તટવર્તી આંધ્ર પ્રદેશ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.