ગુરુ શિષ્યને લાંછન લગાડતો કિસ્સો હાલ સુરતમાં બન્યો છે. સુરતની શિક્ષિકા અને વિદ્યાર્થીનો કિસ્સો આખા રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે. સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પુણા પોલીસે ચાર દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી ઝડપી પાડ્યા હતા. ત્યારે સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના પુણામાં 13 વર્ષીય સગીરને લઈને ભાગી ગયેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભા હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષિકા પોતાના જ ટ્યુશન ક્લાસિસમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. ત્યારબાદ હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યા હતા.
પોલીસ DNA ટેસ્ટ કરાવશે
વિદ્યાર્થી અને શિક્ષિકા સાડા ચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાયા હતા.શિક્ષણ જગતને લાંછન લગાવનારી ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. શિક્ષિકાએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થી સાથેના સંબંધથી ગર્ભ રહ્યો છે. પિતા કોણ છે એ જાણવા માટે પોલીસ DNA ટેસ્ટ કરાવશે.
મહત્વનું છે કે, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શિક્ષિકાએ વિદ્યાર્થીનું યૌન શોષણ કર્યું હતું. વિદ્યાર્થી જ્યારે ટ્યુશન આવતો ત્યારે શિક્ષિકાએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પોતાની શારીરિક ભૂખ સંતોષી હતી.