IPL 2025 ની આ સીઝન હાલમાં ખૂબ જ રોમાંચક તબક્કામાંથી પસાર થઈ રહી છે, જેમાં 10 માંથી 9 ટીમો પ્લેઓફમાં પહોંચવાની રેસમાં છે. જેમાં એક નામ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ આ સિઝનમાં રમી રહેલી પંજાબ કિંગ્સની ટીમનું છે, જેણે અત્યાર સુધીમાં 10 માંથી 6 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ત્યારે પંજાબ કિંગ્સના ફેન્સને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે.ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ આખી સીઝન માટે બહાર થઈ ગયો છે.
પંજાબ કિંગ્સની ટીમે 1 મે ના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને ગ્લેન મેક્સવેલ IPL 2025 સીઝનની બાકીની મેચોમાંથી બહાર થવાની સત્તાવાર માહિતી આપી છે. જોકે મેક્સવેલની જગ્યાએ ટીમમાં કોને સ્થાન આપવામાં આવશે તે અંગે કોઈ જાણકારી આપી નથી.
https://x.com/PunjabKingsIPL/status/1917850602593476825
મેક્સવેલને આંગળીનું ફેક્ચર
પંજાબ કિંગ્સ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં, તેઓએ લખ્યું કે આંગળીના ફ્રેક્ચરને કારણે મેક્સવેલ આ સિઝનના બાકીના ભાગમાંથી બહાર છે. અમે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. તમને જણાવી દઈએ કે ગ્લેન મેક્સવેલને IPL 2025 ની મેગા હરાજીમાં 4.2 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો.